પાક.ગુપ્તચર સંસ્થા ISI ફરી ૨૬-૧૧ જેવા મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં

0
2

ન્યુ દિલ્હી,તા.૫
પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ફરી એકવાર ભારતમાં ૨૬-૧૧ જેવો મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહી હોવાની જાણકારી ISI ના જ એક જાસૂસે આપી હતી. શ્રીલંકમાં વસતા એક પાકિસ્તાની રાજનેતાએ રોકેલા સાકિર હુસૈન નામના આ જાસૂસને એનઆઇએએ ઝડપી લીધો હતો. એની આકરી પૂછપરછ દરમિયાન આ વાત જાણવા મળી હતી.
તેણે કહ્યું હતું કે ISI નવેસર આતંકવાદીઓની ભરતી કરી રહી છે અને ભારતમાં ૨૬-૧૧ જેવો એક મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડાઇ રહી હતી.
શ્રીલંકામાં વસતા પાકિસ્તાની રાજનેતા આમિર ઝુબેર સિદ્દીકી આ યોજનાને આખરી સ્વરૂપ આપી રહ્યા હોવાનો દાવો પણ સાકિરે કર્યો હતો.
સાકિરે કહ્યું કે મને ઝુબેરે વાતવાતમાં એમ કહ્યું હતું કે હું ટીવી ખોલું ત્યારે ભારતમાં ઠેર ઠેર બોમ્બ વિસ્ફોટ થયા હોય એવા સમાચાર જોવા થનગની રહ્યો છું. તને જોઇતી તમામ સામગ્રી હું તને મેળવી આપું. તું આ કામની જવાબદારી સંભાળી લે. એણે મને એમ પણ કહ્યું હતું કે ભારતની જાસૂસી સંસ્થા રૉની શ્રી લંકામાંની કચેરીઓ પર પણ આવા હુમલા કરવા છે. એ માટે પણ તારી મદદની જરૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY