રાહુલ ગાંધી એ વાતનો પૂરાવો આપે કે તેઓ ગાંધી કેવી રીતે?: અનંતકુમાર હેગડે

0
35

ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘૂસીને કરેલી એર સ્ટ્રાઈક બાદ વિપક્ષી દળો ભાજપ પાસે એરસ્ટ્રાઈકના પૂરાવા માગી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ રાહુલ ગાંધી પર સીધા પ્રહાર કર્યા છે. કેન્દ્રીયમંત્રી અનંતકુમાર હેગડેએ કહ્યું કે, રાહુલ ગાંધી એ વાતનો પૂરાવો આપે કે તેઓ ગાંધી કેવી રીતે? તમે જૂઠ બોલો પણ એ રીતે બોલો કે લોકોને વિશ્વાસ આવે.
તમને જણાવી દઇએ કે, આ અગાઉ પણ અનંતકુમાર હેગડેએ રાહુલ ગાંધીને લઈને એક ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતુ કે, કહ્યું હતુ કે, જે દેશને નથી ઓળખતા તેમને ધર્મનું જ્ઞાન કેવી રીતે હોઈ શકે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા એર સ્ટ્રાઈકના પૂરાવા માગવાને લઈને અનંતકુમારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે. અનંતકુમાર હેગડે સંસદમાં બેસવા માટે લાયક નથી. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી એ સમયે કરી હતી કે જ્યારે અનંત કુમારે કહ્યું હતુ કે જો કોઈ હિન્દુ યુવતીના હાથને અડે તો તે હાથ બચવા ના જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY