દાઇચી સૈંક્યો વિવાદઃ સુપ્રિમે બંન્ને ભાઇને કહ્યું,૩૫૦૦ કરોડની ચૂકવણીની યોજના જણાવો

0
5

ન્યુ દિલ્હી,તા.૧૪
રેનબેક્સીના પૂર્વ પ્રમોટર ભાઈ મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ દાઈચી સૈંકિયોને આર્બિટ્રેશન મામલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને પુછ્યું કે ૩૫૦૦ કરોડ રૂપિયાના આર્બિટ્રેશન એવોર્ડના નિર્ણયનું તેઓ કઈ રીતે પાલન કરશે. કોર્ટે બંનેને આ માટેનો ઠોસ પ્લાન રજૂ કરવા કહ્યું છે.
અમેરિકાની દવા કંપની દાઈચી સૈંકયો ૩૫૦૦ કરોડ રૂપિયાનો આર્બિટ્રેશન એવોર્ડ લાગૂ કરવા માટે કોર્ટમાં લડી રહી છે. સિંગાપુર ટ્રિબ્યુનલમાં તેણે ૨૦૧૬માં મામલો જીત્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું કે આ મામલો કોઈની વ્યકિતગત પ્રતિષ્ઠાનો સવાલ નથી. પરંતુ દેશની પ્રતિષ્ઠા માટે પણ સારો નથી. તમે એક સમયે ફાર્મા ઈન્ડસ્ટ્રીના અગ્રણી હતા. હવે તમે કોર્ટમાં હાજર થઈ રહ્યાં છો, તે સારી વાત નથી.
સુપ્રીમ કોર્ટે શિવિંદર અને મલવિંદરને ૨૮ માર્ચે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સાથે એ પણ કહ્યું કે-અમે આશા રાખીએ છીએ કે આ છેલ્લી વખત હશે જયારે તમે કોર્ટમાં રજૂ થશો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY