ભારતમાં સ્લીપર સેલ સ્થાપવાનો આતંકી હાફીઝનો પ્રયાસ : એનઆઇએ

0
16

ન્યુ દિલ્હી,તા.૨૩
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદ વિરૂદ્ધ એનઆઈએ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી. હાફિઝ પર ભારતમાં સ્લીપર સેલ બનાવવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ હાફિઝનું આતંકવાદી સંગઠન દિલ્હી અને હરિયાણામાં સ્લીપર સેલ બનાવી તેને એકિટવ કરવાની ફીરાકમાં હતું. એનઆઈએની એફઆઈઆરમાં હફિઝ સઈદ, દિલ્હીના મોહમ્મદ સલમાન, નાગપુરના મહંમદ સલીમ અને પાકિસ્તાનના નાગરિક કામરાનનું નામ પણ સામેલ કરવામાં છે.
એનઆઈએના અધિકારીઓનું કહેવુ છે કે, હાફિઝનું નામ એફઆઈઆરમાં દાખલ કરવાથી ભારતનો પક્ષ વધારે મજબૂત થવાનો છે. અને પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ ફરીવાર બે નકાબ થવાનો છે. તપાસ દરમ્યાન કેટલાક એવા પણ ખુલાસા કરવામાં આવ્યા જેમા કહેવામાં આવ્યુ કે, હરિયાણા અને દિલ્હીમાં મુસ્લિમ યુવતીઓને લગ્ન માટે સહાય કરવાના નામે સ્લીપર સેલનું બેઝ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. સ્લીપર સેલના ષડ્યંત્રને અંજામ આપવા માટે મહમૂદ અને કામરાનને કામ સોંપવામાં આવ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY