હવે વાયુસેના-નૌસેનાના પ્રમુખને મળશે ઝેડ પ્લસ સુરક્ષા

0
16

ન્યુ દિલ્હી,તા.૨
મોદી સરકારે સેના માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. દેશનાં મોટા મોટા નેતાઓને સામાન્ય રીતે ઝેડ પ્લસ સુવિધા અને સુરક્ષા મળતી હોય છે. પરંતુ હવેથી ભારતીય હવાઇદળ અને નેવીના પ્રમુખોને ઝેડ પ્લસ સુરક્ષા મળશે. અધિકારીઓએ આ માહિતી આપી છે.
પાકિસ્તાન સાથે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને એર માર્શલ બીએસ ધાનોઆ અને નેવલ ચીફ એડમિરલ સુનિલ લાંબાને સંભવિત ધમકીઓની મજબૂત સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બંને દળોના નેતાઓને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. આર્મી ચીફ જનરલ બિપીન રાવતને પહેલેથી જ ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
પાકિસ્તાન સાથે વધેલા તણાવની સ્થિતિ બાદ સરકારે ભારતીય વાયુ સેના અને નેવીના પ્રમુખને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. જેથી વાયુસેનાના પ્રમુખ એર માર્શલ બી.એસ. ધનોઆ અને નેવીના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાની સુરક્ષામાં વધારો થવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સાથે તણાવ સતત વધી રહ્યો છે. જેથી સરકારે બન્ને પ્રમુખને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો. મહત્વપૂર્ણ છે કે, બન્ને સેનાના પ્રમુખ સિવાસ સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતને પહેલાથી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. જેથી હવે ત્રણેય સેનાના વડા ઝેડ પ્લસ સુરક્ષાના ઘેરામાં રહશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY