માલ્યા કાયદાકીય કાર્યવાહીમાં સામેલ થવા માટે ભારત ક્યારે પરત આવશે

0
5

મુંબઇ,તા.૨
બોમ્બે હાઈકોર્ટે ભાગેડું શરાબ કારોબારી વિજય માલ્યાને પૂછ્યું કે તે કાયદાકીય કાર્યવાહીમાં સામેલ થવા માટે ભારત કયારે પરત આવશે. વિશેષ કોર્ટે ૫ જાન્યુઆરીએ માલ્યાને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. માલ્યાએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી.
મામલાની સુનાવણી દરમિયાન શુક્રવારે માલ્યાના વકીલે જસ્ટીસ ઈન્દ્રજીત મહંતી અને સારંગ કોટવાલની સામે કહ્યું કે ભાગેડું જાહેર કરી માલ્યાની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી આપવી તે લેણદારોના હિતની વિરુદ્ધ છે. માલ્યા પોતે બેન્કોને પૈસા પરત કરવાનું કહી ચુક્વ્યા છે.
ભાગેડું આર્થિક અપરાધી કાયદાને સખ્ત અને ખોટો ગણાવીને માલ્યાના વકીલે કહ્યું કે તે કેન્દ્રને તમામ વસ્તુઓ જપ્ત કરવાની પરવાનગી આપે છે. પછી તે સંપતિ ગુના સાથે જોડાયેલા પૈસાથી ખરીદવામાં આવી હોય કે ન ખરીદવામાં આવી હોય.
વકીલે કહ્યું કે માલ્યા તો પરત ફરવા માંગે છે પરંતુ બ્રિટશ કોર્ટે વગર પરવાનગીએ તેમને દેશ છોડવા બાબતે પ્રતિબંધ મૂક્્યો છે. તેની પર કોર્ટે કહ્યું કે તે માત્ર રક્ષાત્મક આદેશ હતો. કારણ કે માલ્યાએ તેના પ્રત્યાર્પણની કાર્યવાહીને પડકારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY