રાજપીપળાના કાલાઘોડા,એસ ટી ડેપો સહિતના જાહેર સ્થળો પર નિર્ભયા ની ટીમે રવિવારે પણ જરૂરી તપાસ કરી રોમિયો ને પકડવા અભિયાન ચલાવ્યું
રાજપીપળા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં નિર્ભયા સ્કોડ ની ટીમની જાંબાઝ બેહનો એ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચના અને પી એસ આઈ કે કે પાઠક ના માર્ગદર્શન હેઠળ બાઈકો પર જતા યુવાનોને પકડી જરૂરી પૂછતાછ કરી રોમિયો ને પકડી શબક શીખવાડવા અભિયાન ચલાવ્યું હતું ત્યારે વારંવાર આવી કામગીરી થી અમુક મજનૂંગીરી કરતા યુવાનો હવે કોઈ હરકત કરતા પેહલા નિર્ભયા ટિમ ની ધાક થી ઘણા ફફડી રહ્યા છે જો આજ પ્રમાણે સતત આ ટીમના ઓપરેશન ચાલશે તો નર્મદા જિલ્લા માં ફરતા મજનૂઓ ની સમસ્યા હંમેશ માટે દૂર થશે અને યુવતીઓ માં કોઈ ડર નહિ રહે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





