નગર પાલિકા કર્મચારી મંડળે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

0
24

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૮ ના અપક્ષ સભ્ય મનહર પરમાર દ્રારા નગરપાલિકાના કર્મચારીને બીભત્સ ગાળો આપતા આજ રોજ નગરપાલિકા કર્મચારી મંડળ દ્રારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

ત્રણ ચાર દિવસ અગાઉ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૮ માંથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા મનહર પરમાર દ્રારા કોઈ કામને લઈને નગરપાલિકા ના કર્મચારી હેમુ શુક્લને બીભત્સ ગાળો બોલતાં કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો હતો જેમાં મનહર પરમાર દ્રારા અપાયેલ ગાળોની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.

જે અંગે આજ રોજ નગર પાલિકા કર્મચારી મંડળે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી મનહર પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

જ્યારે આ અંગે મનહર પરમારને પૂછતાં તેવોએ જણાવ્યું હતું કે મારી કોઈ ભૂલ નથી,કોઈ કામને વારંવાર કહેવા છતાં પણ ના થાય તો પ્રજા અમને પણ ગાળો બોલી હેરાન કરે છે અને માણસ ક્રોધ આવેશ માં આવીને બોલી જાય છે તથા નગરપાલિકાના કર્મચારીઓ કામ કરતાં નથી એવા અક્ષેપ સાથે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જો નગરપાલિકા નો સ્ટાફ ચૂંટાયેલા પ્રતિનિધિ ને ગાંઠતો ન હોય તો નગરજનો ની રજુવાત ને ન સાંભળવાની ફરિયાદ સાચીજ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY