ગાંધીનગર,તા.૮
મગફળીકાંડ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હવે કોંગ્રેસને ઘેરી છે. નીતિન પટેલે કહ્યું છે કે, ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ નાફેડે કર્યુ છે અને કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ તપાસની માંગ પણ કરી નથી.
નાફેડના ચેરમેન પર પ્રહાર કરતા જણાવ્યુ કે નાફેડની જવાબદારી મગફળીની ખરીદીથી માંડીને તમામ છે. સરકારે મદદરૂપ થવાની ભૂમિકા ખેડૂતોના હિતમાં કર્યું છે. આ ઉપરાંત કહ્યું કે યોગ્ય જગ્યાએ મગફળી સ્ટોરેજની જવાબદારી નાફેડની છે. મગફળગને યોગ્ય જગ્યાએ સ્ટોરેજ કરવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. મગફળી કૌભાંડમાં વાઘજી બોડાના ભત્રીજાના નામનો ખુલાસો થયો છે ત્યારે આ મુદ્દે વાઘજી બોડા મૌન છે. ત્યારે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરવામાં જાઈએ તેવી માંગ ભાજપે કરી છે.
તો બીજી બાજું કોંગ્રેસે પણ પ્રેસકોન્ફ્રન્સ કરીને આ બાબતે ફરીથી સરકાર પર કેટલાક આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળીકાંડમાં નાફેડ અને સરકાર એકબીજા પર દોષ ઠાલવે છે. કોંગ્રેસે આ બાબતે તાપસ કરવાની માગ કરતાં કહ્યું હતું કે, સિટીંગ જજ તપાસ કરશે નહી તો તેઓ ખેડૂતોનો સાથે રાખીને ક્લેક્ટરને આવેનપત્ર આપશે. તે ઉપરાંત કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળી ખરીદવા માટે કોંગ્રેસની સહકારી સંસ્થાઓને સેન્ટળો ફાળવવામાં આવ્યા નહતા. કોંગ્રેસે આરોપ નીતિન પટેલે લગાવેલ આરોપ પર પલટવાર કરતાં જયરાજસિંહ પરમારે ભાજપ પર વધું એક આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપના મંત્રી અને મગફળી કાંડના મુખ્ય અપરાધી મગન ઝાલાવાડિયા વચ્ચે બેઠક થઈ હતી. જયરાજસિંહે તેટલા સુધી જણાવ્યું કે, રાજકોટ જામનગર હાઈ-વે પર આવેલ ન્યારી હોટલમાં આ બેઠક રાખવામાં આવી હતી. આને લઈને કોંગ્રેસ હોટલના સીસીટીવીના તપાસની માગ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા મગફળી કૌભાંડ મામલે એક પછી એક ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાફેડ અને ગુજકોટના અધિકારીઓ પણ સામેલ છે. રાજકોટ જીઁ બલરામ મિણાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ આરોપીઓ વિશે વાત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


