બિહારના શેલ્ટરહોમ રેપ કાંડના આરોપીનો ધડાકો, કોંગ્રેસમાં જાડાવાનો હતો

0
15

પટના,તા.૮
બિહારના મુઝફ્ફરપુર કન્યા ગૃહ રેપ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર ઉપર શાહી ફેંકવામાં આવી છે. સાથે જ તેના મોઢા પર મેશ લગાડી કાળું કરવામાં આવ્યું છે. કન્યા ગૃહ ચલાવનાર બ્રજેશ ઠાકુરને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને આ દરમિયાન જ કેટલીક મહિલાઓએ બ્રજેશ ઠાકુર વિરૂદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ બ્રજેશ ઠાકુરના મોઢા પર શાહી ફેંકી સાથે ચહેરા પર મેશ પણ લગાડી હતી.
આ પહેલાં રેપ કાંડના માસ્ટરમાઈન્ડ બ્રજેશ ઠાકુરે મોટું નિવેદન કરતાં કહ્યું કે, મંજૂ વર્માના પતિ સાથે તેની માત્ર રાજકીય મુદ્દે જ વાત થતી હતી. બ્રજેશે કહ્યું કે મારો મધુ વર્મા સાથે કોઈ જ સંબંધ નથી, જે કંઈ થઈ રહ્યું છે તે મારા વિરૂદ્ધ ષડયંત્ર જ છે.
ઠાકુરે કહ્યું કે તે કોંગ્રેસમાં સામેલ થવાનું વિચારતો હતો અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડવાનો હતો.
તેને કહ્યું કે જે ૫૪ હજાર આપવાની વાત કરવામાં આવી રહી છે, તે પ્રલોભન અપાયું છે. આ લોકો અમારા અખબારને બંધ કરવા માગે છે. ઠાકુરે કહ્યું કે મુઝફ્ફરનગરથી જ ટિકિટ મળવાનું નક્કી થઈ ગયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY