ઓહિયો,તા.૧૦
ઈરાન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરીથી ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જ્યાર સુધી હું રાષ્ટ્રપતિ છું ત્યાર સુધી અમેરિકાના દુશ્મનો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં કોઇ જ હિચકિચાટ કરવામાં આવશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન તેવા સમયે આવ્યું છે, જ્યારે પાછલા રાષ્ટ્રના સંબોધનને કોઈ મોટા હુમલાથી પીછે હટ કરવાની સાથે જોડવામાં આવી રહ્યો છે.
આજે એટલે કે, શુક્રવારે ઓહિયોમાં એક રેલીને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકો સામે મોટું નિવેદન આપ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના દુશ્મનો વિરૂદ્ધ કોઈપણ એક્શન લેવામાં અમે ક્યારેય પણ પાછી પાની કરીશું નહીં. અમે ક્યારેય પણ કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ વિરૂદ્ધ એક્શન લેવાનુ બંધ કરીશું નહીં.
કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવા માટે ડ્રોન હુમલાનો આદેશ આપીને ‘અમેરિકાના નાગરિકો સાથે ન્યાય’ કર્યો છે. તેના માટે હું નોબેલ પુરસ્કાર નો હકદાર છું.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અત્યાર સુધી આપણે બીજા દેશોને બનાવતા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે પોતાના દેશને ઉભો કરવામાં આવે. તેમને પોતાની વિરોધી પાર્ટી ડેમોક્રેટ્સ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યું કે, વિપક્ષી પાર્ટી આજે હાઈ ટેક્સ, ખુલ્લી બોર્ડર, ક્રાઈમને પ્રોત્સાહન આપવાનું કામ કરવા માંગે છે.
ઉલ્લેખનિય છે કે, ઈરાન દ્વારા ઈરાકમાં રહેલા અમેરિકન એરબેસ પર કરવામાં આવેલા હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



