એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પરિસરમાંથી જ મળશે ઓલા-ઉબર

0
26

મુસાફરો સ્ટેશને આવવા કે જવા માટે સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે
ન્યુ દિલ્હી,તા.૩૦
બહારગામથી આવનારા ઉતારુઓને આવતાંની સાથે જ પરિવહનનો બીજા વિકલ્પ મળી રહે એ માટે રેલવેએ એપ આધારિત કેબ સેવાને સ્ટેશનમાં પરિસરમાં જ પા‹કગની જગ્યા આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે બેંગલુરુનાં કેટલાક સ્ટેશનો પર આ પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે તેને અનુસરીને બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાની રેલવે બોર્ડે તેની ઝોનલ ઓફિસોને સૂચના આપી છે અને આગામી ત્રણ મહિનામાં કેવાં પગલાં લીધાં તેનો અહેવાલ રજૂ કરવાનું જણાવ્યું છે, એમ એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું.
‘વિમાન મથકની જેમ જ એપ આધારિત ટેકસી સેવાને પા‹કગની ખાસ સવલત આપવામાં આવે એવી યોજના છે. અત્યારે બેંગલુરુનાં ૧૨ સ્ટેશનો પર ઉબેર અને ઓલાને જગ્યા ફાળવવામાં આવે જ છે. ‘ઉતારુઓ પોતાના મોબાઈલ દ્વારા ટેકસી બુક કરી શકે છે, અથવા અમે એ માટે ખાસ બનાવેલા ડેસ્ક પરથી તેઓ આ સેવાનું બુકિંગ કરી શકે છે, તેનાં કારણે સ્ટેશનમાં આવતા-જતા વાહનો આસાનીથી અવરજવર કરી શકશે’ એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
ઓલા જેવી કેબ સેવાએ રેલવેના વિવિધ ઝોનમાં, ખાસ રેલવે સ્ટેશનો પર સેવા પૂરી પાડવા માટે વિવિધ રેલવે ઝોન સાથે એમઓયુ સાઈન કર્યા છે, આવી સેવા પૂરી પાડનારાઓએ અર્ધાત્મક દરે જગ્યા મેળવવા માટે હરાજીમાં ભાગ લેવો પડશે અને રેલવેનું નેટવર્ક જ્યાં છે, તે દરેક સ્થળે તેને અનુસરવામાં આવશે. એક વાર ઉતારુ કેબ બુક કરી લે, પછી તેણે આ સેવા પૂરી પાડનારી ટેકસી માટે રચાયેલા ખાસ ઝોનમાં લાઈનમાં ઊભા રહેવાનું રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY