મુંબઈ, તા.૦૮
અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં મલાઈકા અરોરાએ તનુશ્રી દત્તાને સપોર્ટ કરતા કહ્યુ કે આ મામલામાં જ્યારે લોકો દ્વારા એ સવાલ પૂછવામાં તનુશ્રી ૧૦ વર્ષ પછી કેમ બોલી રહી છે, તો તે ખૂબ જ અપસેટ થઈ જાય છે. મલાઈકા અરોરા ઇચ્છે છે કે આ મામલામાં લોકો ખૂબ જ સારી રીતે તનુશ્રીનો સાથ આપે. મલાઈકા કહે છે કે, હું તનુશ્રી દત્તાવાળા સમગ્ર મામલાને સારી રીતે ફોલો કરી રહી છું. દરેક વ્યક્તિનો આ મામલામાં પોતાનો એક વિચાર છે, પણ આ સમગ્ર મામલામાં જે લોકો એ પૂછે છે કે તનુશ્રી આ વાત ૧૦ વર્ષ બાદ કેમ કહી રહી છે, આ વાત મને ખૂબ જ અપસેટ કરી દે છે. હું જાણું છું કે ૧૦ વર્ષ પહેલા પણ તનુશ્રી દત્તાએ આ મામલામાં આજ પ્રકારની વાત કરી હતી, કદાચ ત્યારે કોઈએ સાંભળ્યુ નહતુ. આજે એક એવો માહોલ છે અને જાગરુક્તા છે લોકો વાતોને સાંભળી રહ્યા છે. આ મામલામાં સમાજનું મગજ બદલવુ ખૂબ જ જરુરી છે. મલાઈકાએ જણાવ્યુ કે, કોઈ મહિલાનુ આ પ્રકારના મામલામાંખુલીને ફરીયાદ કરવી બિલકુલ પણ સરળ નથી. હું એવી ઘણી બધી મહિલાઓને જાણુ છું જેની સાથે બિલકુલ આવી જ ઘટના બની છે, પરંતુ તે દુનિયાની સમક્ષ નથી બોલી રહી પરંતુ તે વિચારતી હશે કે લોકો શું કહેશે? લોકોની પ્રતિક્રિયાનો ડર તેમના મગજમાં હંમેશા હોય છે, જેના કારણે તે પોતાની વાત ક્યારેય નથી કરી શકતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


