પુલવામામાં બે આતંકીઓ ઠાર
શ્રીનગર,તા.૩૦
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ માર્યા ગયા છે. મરનારા આતંકીઓમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઈગર સામેલ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોમવારે સવારે પુલવામાના દ્રવબગામ ગામમાં ઘેરાંબધી કરી હતી.
ખુદને ઘેરાતા જાઈને આતંકીઓએ ગોળીબારી કરી હતી. જેના બાદ જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક લોકોએ પત્થરબાજી કરી હતી. આ દરમિયાન જવાનો અને લોકોની વચ્ચે સંઘર્ષમાં કેટલાક જવાન જખ્મી થયા હતા. તો કેટલાક નાગરિકો ઘાયલ થયો હતો.
સમીર ટાઈગર ૨૦૧૬માં હિજબુલ મુજાહિદ્દીન સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો અને હિજબુલના અનેક હુમલાઓમાં સામેલ થઈ ચૂક્યો છે. બુરહાન વાની બાદ સમીરને કાશ્મીરના પોસ્ટર બોયના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમીરે આતંકી વસીમના અંતિમ સંસ્કાર વખતે ફાયરિંગ કર્યું હતું.
રવિવારે જ સમીર ટાઈગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં એક સ્થાનિક યુવા સાથે પૂછપરછ કરતો નજરે આવ્યો હતો. સમીર આ વીડિયોમાં કથિત વ્યક્તિને પૂછતો નજરે આવી રહ્યો છે કે, વિસ્તારમાં કોણ કોણ સુરક્ષાદળોને માહિતી આપેછે. આ વીડિયોના કેટલાક કલાકો બાદ સોમવારે સવારે સુરક્ષાદળોએ સમીર ટાઈગરને પુલવામાના દ્રબગામમાં ઘેરી લીધું હતુ.
આ પહેલા ગત સપ્તાહમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે થયેલા જૈશ-એ-મોહંમદના ચાર આતંકી માર્યા ગયા હતા. જેમાં એક જૈશ-એ-કમાન્ડર મુફ્તી યાશિર પણ સામેલ હતો. યાસિર આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝરનો વધુ નજીકનો હોવાનું કહેવાતું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી શેષ પોલ વૈદ્યે યાસિરને મારવાની પુશ્ટિ કરી હતી.
અથડામણ સ્થળથી હથિયાર અને ગોળાબારુદ પણ પ્રાપ્ત થયા હતા. એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા, જેમની ઓળખ સિપાહી અજય કુમાર અને કોન્સ્ટેબલ લતીફ ગુજરીના રૂપમાં થઈ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"