ઔરંગાબાદ,તા.૧૮
આૅનલાઇન શોપિંગનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કેટલીક વખત ગ્રાહકો છેતરામણીનો પણ ભોગ બનતા હોય છે. એક વ્યક્તિ દ્વારા આૅનલાઇન કંપનીની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે અને ફરિયાદમાં આરોપ મૂકયો છે કે તેણે મોબાઇલ ફોનનો ઓર્ડર આપ્યો હતો જ્યારે તેને પેકેટમાં કથિત રીતે ઇંટ મળી. આ માહિતી પોલીસે બુધવારના રોજ આપી.
વાત એમ છે કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વ્યક્તિ ત્યારે હેરાન થઇગયો જ્યારે તેણે ૯ આૅક્ટોબરના રોજ મોબાઇલ ફોન ખરીદ્યો અને તેના માટે તેણે ૯૧૩૪ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ઇ-કોમર્સ કંપની પાસેથી ખરાતને એક મેસેજ મળ્યો જેમાં કહ્યું હતું કે તેનો મોબાઇલ ફોન એક સપ્તાહની અંદર તેને મળી જશે. શખ્સને ગયા રવિવારના રોજ રિટેલર પાસેથી એક પેકેટ મળ્યું હતું. પરંતુ તેણે જ્યારે તેને ખોલ્યું તો કથિત રીતે તેની અંદરથી મોબાઇલ ફોનની જગ્યાએ એક ઇંટનો કથિત ટુકડો નીકળ્યો. આ અંગે હસસુલ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર મનીષ કલ્યાણકરે કહ્યું કે આ હડકો ક્ષેત્રના રહેવાસી ગજાનન ખરાત સાથે બન્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા કલ્યાણકરે કહ્યું કે ત્યારબાદ તે વ્યક્તિએ કુરિયરવાળાને બોલાવ્યા. તેમણે તેને કહ્યું કે તેની જવાબદારી માત્ર પાર્સલની ડિલિવરી કરવાની છે અને તેની અંદર શું છે તે જાવાની નથી. ખરાતે હરસુલ પોલીસ સ્ટેશનમાં ઇ-કામર્સ કંપનીની વિરૂદ્ધ મંગળવારના રોજ ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે છેતરપિંડીથી સંબંધિત કલમની અંતર્ગત કેસ નોંધાયો છે અને તેની તપાસ ચાલીસ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




