પીએમના કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રૂપાણી-નીતિન પટેલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતા

0
10

રાજપીપળા,તા.૧૮
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે સીએેમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અધિકારીઓ સાથે કામગીરીની તૈયારીનું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું અને ટેન્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર છે. જેનું લોકાર્પણ ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્રમાંથી અને રાજ્યની સચિવોની તમામ ટીમોએ આવી જરૂરી કામગીરીનું નિદર્શન કરી રિપોર્ટ મુખ્ય મંત્રીને આપ્યો હતો. હવે તૈયારીના આખરી ઓપની સમીક્ષા કરવા સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લેવા કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીની વિઝીટ કરી જરૂરી તમામ માહિતી મેળવી હતી.
દેશના રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડ સ્કેપ વોલ ઓફ યુનિટી અને ૧૭ કી.મી લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાત નિરીક્ષણ કરીને વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વિગતો મેળવી હતી આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન સાઇટ અને ફૂડ કોર્ટ વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY