ઇસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાનું વચન બાદ લગભગ છ અઠવાડિયા બાદ ઈસ્લામાબાદે ગુરુવારે કહ્યું કે આ મુદ્દે ભારતના સંપર્કમાં છીએ. એક ઓગસ્ટે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે ફાંસીની સજા પામેલા સેવા નિવૃત્ત ભારતીય નૌસેનાના અધિકારીને બીજી ઓગસ્ટે કોન્સ્યુલર એક્સેસ અપાશે.
જોકે બે ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યે નક્કી કરાયેલી બેઠક જાધવને કોન્સ્યુલર એક્સેસની શરતો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મતભેદોને દૂર કરી શકી નથી. મહત્વનું છે કે એપ્રિલ ૨૦૧૭માં પાકિસ્તાની સૈન્ય કોર્ડે જાસૂસી અને આતંકવાદના આરોપમાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી.
ત્યારબાદ ભારતે મોતની સજા પર રોક લગાવા અને સમાધાન માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં ૧૭ જુલાઈએ પાકિસ્તાનને જાધવને દોષી ગણવા અને રજા પ ર પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. અને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જાધવને કોન્સ્યુલર એક્સેસ પ્રદાન કરવા કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




