ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ શ્રીજી નગર તથા નારાયણ નગર-૧ ના સ્થાનિકોની ગણેશ વિસર્જન કરવા પોતાની સોસાયટીમાં કૃત્રિમ કુંડ બનાવી ઈકો ફ્રેન્ડલી ગણેશનું કરાયું હતું.

હાલમાં નર્મદા નદીમાં જળ સ્તર ઓછાં થતા સરકારી અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે શહેરમાં ગણેશ વિસર્જન માટે મા નર્મદામાં પાણી ન હોવાના કારણે તંત્ર દ્વારા ગોલ્ડ બ્રિજ નીચે તથા ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે કુત્રિમ તળાવ બનાવી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાની સુવિધા કરવામાં આવી છે. જ્યારે ભરૂચ શહેરની મોટી મૂર્તિઓને ભાડભૂત ગામ ખાતે વિસર્જન કરવાની વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
ત્યારે ભરૂચ શહેરમાં શક્તિનાથ પાસે આવેલી શ્રીજીનગર સોસાયટી તથા નારાયણ નગર -૧ રહીશોએ એક નવતર અભિગમ અપનાવી પોતાની સોસાયટીના જ કોમન પ્લોટમાં કૃત્રિમ કુંડ બનાવી સોસાયટીમાં સ્થાપિત ગણેશજીની ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જેના થકી લોકોને સંદેશ આપતા માં નર્મદાના જળમાં પીઓપી અથવા માટીના ગણેશથી નદી પુરાણ અને તેમાં થતા પ્રદૂષણને અટકાવવામાં સહભાગ બની શકાય છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





