પાકિસ્તાનમાં ૧૦ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી, ડિસેમ્બરમાં શ્રીલંકા રમશે સિરીઝ

0
7

લાહોર,તા.૧૪
શ્રીલંકાએ ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં બે ટેસ્ટની સિરીઝ રમવાની ખાતરી કરી, જેથી દેશમાં એક દાયકા કરતા વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થશે. આ સિરીઝ હાલની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ રહેશે. એકદિવસીય કેપ્ટન દિમુથ કરૂણારત્ને અને ટી૨૦ કેપ્ટન લસિથ મલિંગા સહિત ટોચના ૧૦ ખેલાડીઓ સુરક્ષાને કારણે હટયા છતાં શ્રીલંકાએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં દ્વિપક્ષીય એકદિવસીય અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી હતી.
આગામી સિરીઝની પ્રથમ ટેસ્ટ ૧૧થી ૧૫ ડિસેમ્બર સુધી રાવલપિંડીમાં જ્યારે બીજી ટેસ્ટ ૧૯થી ૨૩ ડિસેમ્બર સુધી કરાચીમાં રમાશે. પીસીબીના ડાયરેક્ટર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) જાકિર ખાને કહ્યું, ‘પાકિસ્તાનના ક્રિકેટ અને વિશ્વના કોઈ અન્ય દેશની જેમ સુરક્ષિત દેશના રૂપમાં તેની પ્રતિષ્ઠા માટે આ શાનદાર ખબર છે. રમતના મોટા ફોર્મેટ માટે ટીમ મોકલવા પર રાજી થવા માટે અમે શ્રીલંકાનો આભાર વ્યક્ત કરીએ છીએ.’
ખાને કહ્યું કે, આ સમર્થનથી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમિત રૂપથી બીજીવાર શરૂ કરાવવાના પ્રયાસને મદદ મળશે. શ્રીલંકાએ જ ૨૦૦૯મા પાકિસ્તાનમાં છેલ્લી ટેસ્ટ રમી હતી. તે પ્રવાસ દરમિયાન લાહોરમાં આતંકીઓએ શ્રીલંકાની ટીમ પર હુમલો કર્યો હતો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ટીમોએ ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન આવવાની ના પાડી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY