મોદીને બહુમતી નથી મળતી એટલે નીતિશકુમારને વડાપ્રધાન જાહેર કરો

0
19

પટના,તા.૯
બિહારમાં ફરી એક વખત મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી બનાવવાની માંગ થઈ રહી છે. આ વખતે જેડીયૂના એક નેતાએ પ્રધાનમંત્રી પદને લઈને નીતીશ કુમારના નામની રજૂઆત કરી છે. જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યુ કે આ વખતની ચૂંટણીમાં પીએમ મોદીને બહુમતી નથી મળી રહી એટલે નીતીશ કુમારને પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરવા જોઈએ.
જેડીયૂ નેતાના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ગુલામ રસૂલ બલિયાવી વર્તમાનમાં બિહાર વિધાન પરિષદના સદસ્ય છે. તેઓ જેડીયૂમાંથી રાજ્યસભાના સદસ્ય પણ રહી ચુકવ્યા છે અને તેમને નીતીશ કુમારની નજીકના માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નીતીશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ થઈ છે. પરંતુ નીતીશ કુમારે કિયારેય પીએમ બનવાની ઈચ્છા જાહેર નથી કરી. તેઓ દર વખતે આ પ્રકારના નિવેદનોને ખોટા ગણાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY