બલૂચિસ્તાન,તા.૨૫
પાકિસ્તાનમાં આજે સઘન સુરક્ષા વચ્ચે રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલી માટે મતદાન ચાલી રહ્યું છે તેવામાં મતદાન દરમિયાન અલગ-અલગ વિસ્તારો માંથી હિંસાના સમાચાર મળી રહ્યાં છે. બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના ઘટી છે. જેમાં ૩૧ લોકોના મોત નિપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે.
પાકિસ્તાની મિડિયા રિપોટ્ર્સ અનુસાર આ બ્લાસ્ટ ક્વેટામાં પૂર્વીય બાયપાસ પાસે થયો છે. ક્વેટામાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત નિપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે ૩૦ લોકો ઘાયલ થયાં છે. આ બ્લાસ્ટ નેશનલ એસેમ્બલી ૨૬૦ અંતર્ગત સવારે ૧૧ વાગ્યે થયો છે.
આ બ્લાસ્ટ એક પોલીસ વેન પાસે થયો છે, જે વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી. મૃતકોમાં ત્રણ પોલીસકર્મીઓ પણ સામેલ છે. જ્યારે આ ઘટનામાં બે બાળકોના પણ મોત નિપજ્યાં છે.
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ક્ષેત્રના ડીઆઇજી અબ્દુલ રઝાક ચીમાએ જણાવ્યું કે હાલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




