જેરુસલેમ,તા.૨૫
ઈઝરાયલનું કહેવું છે કે તેણે પોતાની સરહદમાં દાખલ થયેલા સીરિયાના એક જંગી યુદ્ધવિમાનને તોડી પાડ્યું છે. ઈઝરાયલ અને સીરિયા એકબીજાને સતત આંખો દેખાડતા આવી રહ્યા છે. પરંતુ એક દેશ બીજા દેશનું જંગી યુદ્ધવિમાન તોડી પાડે તેવી ઘટનાઓ ઘણી ઓછી બની છે. ઈઝરાયલથી આવતા અહેવાલો મુજબ સીરિયાના યુદ્ધવિમાન ગોલાન હાઈટ્સ પર ઉડાણ ભરી રહ્યું હતું. ત્યારે ઈઝરાયલી સેનાએ તેને તોડી પાડ્યું હતું. સીરિયન યુદ્ધવિમાનના પાયલટની જાણકારી હજી સુધી મળી નથી. સીરિયાની ન્યૂઝ એજન્સી મુજબ ઈઝરાયલે સીરિયાના યુદ્ધવિમાનને સીરિયાના જ વાયુક્ષેત્રમાં નિશાન બનાવ્યું હતું.
સીરિયન સૈન્ય સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ યુદ્ધવિમાન દક્ષિણ યારમુક ઘાટીની નજીક હથિયારબંધ આતંકવાદી જૂથો પર હુમલો કરી રહ્યું હતું. સીરિયા આ વિસ્તારમાં રહેલા બળવાખોર જૂથોને આતંકવાદી માને છે. એક ઈઝરાયલી વેબસાઈટ મુજબ ઉત્તર ઈઝરાયલમાં રહેતા લોકોએ જાયું કે એક ઈન્ટરસેપ્ટર મિસાઈલ છોડવામાં આ અને તેમણે વિસ્ફોટનો અવાજ પણ સાંભળ્યો હતો. સીરિયા અને ઈઝરાયલી કબજા હેઠળની સીરિયાની ગોલાન પહાડીઓની વચ્ચે આગની લપટો ઉઠતી દેખાઈ અને વાતાવારણમાં ધુમાડો છવાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે ઈઝારયલ અને સીરિયા વચ્ચે છેલ્લું યુદ્ધ ૪૫ વર્ષ પહેલા લડવામાં આવ્યું હતું. બાદમાં બંને દેશોએ સીમા પર ૫૦ માઈલ લાંબા બફર ઝોન બનાવવાની સંમતિ વ્યક્ત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


