વડોદરા,તા.૩૧
વડોદરામાં સોમવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં ગોત્રી વિસ્તારમાં નટુભાઈ સર્કલ પાસે આવેલા મારુતિ કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલી એક કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા દોડી આવેલ ફાયર બ્રિગેડે કારની આગ બુઝાવી હતી.
વર્ષ ૨૦૧૮નો આજે અંતિમ દિવસ વડોદરા ફાયર બ્રિગેડ માટે અતિવ્યસ્ત રહ્યો હતો. બજારમાં લાગેલી ભીષણ આગ બાદ મકરપુરાની એક કંપનીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. આ દરમિયાન શહેરના ગોત્રી વિસ્તારમાં નટુભાઈ સર્કલ પાસે એક કાર આગમાં લપેટાઈ ગઈ હતી.
સેવાસી વિસ્તારમાં રહેતા પ્રાઇવેટ સ્કૂલનાં શિક્ષક જૈનમ પટેલ બપોરે અઢી વાગ્યાના અરસામાં નટુભાઈ સર્કલ પાસે આવેલા મારુતિ કોમ્પલેક્ષ ખાનગી દવાખાનામાં કોઈ કામ માટે આવ્યા હતા. તેઓએ મારુતિ કોમ્પલેક્ષની બાજુમાં રોડ પર પોતાની કાર પાર્ક કરી અને કોમ્પલેક્ષમાં ઉપર ગયા હતા આ દરમિયાન જ તેમની કાર મા આગળની બાજુએ બોનેટમાં આગ ભભૂકી ઉઠી હતી જેની જાણ થતા જૈનમ પટેલ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી
જે બાદ ફાયર બ્રિગેડે આવીને કારમાં લાગેલી આગ બુઝાવી હતી. જૈનમ પટેલનું કહેવું છે કે કારના બોનેટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવી જાઈએ જ્યારે મારુતિ કોમ્પલેક્ષની આસપાસ દુકાનદારોનું કહેવું હતું કે કાર પાર્ક થઇ તે સ્થળે એક તાપણું સળગતું હતું કાર ચાલકના ધ્યાનમાં તે વાત આવી ન હતી અને તેઓ કાર પાર્ક કરીને જતા રહ્યા હતા. જેના કારણે આ આગ લાગી હોવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





