પલવલ,તા.૭
હરિયાણાના પલવલ જિલ્લામાં ૧૭ વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બન્યો છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, તેના પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચુક્યા છે.
પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનુ અપહરણ કરી લીધુ હતુ.તેને ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો.એ પછી બે કલાકે તેને છોડીને આરોપી ફરાર થઈ ગયા હતા.
મહિલાની ફરિયાદ બાદ પોલીસ હવે અલ્તાફ, સરફરાઝ, ઈરશાદ અને શોએબ નામના આરોપીઓને સોધવા માટે ઠેર ઠેર છાપા મારી રહી છે.બીજી તરફ પીડિતાની માતાનો આરોપ છે કે, ૧૩ ઓગષ્ટે પણ મારી પુત્રી સાથે રેપ કરાયો હતો.ત્યારે મેં આ અંગે અન્ય એક પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.આ જ ગેંગે તે વખતે પણ રેપ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



