પંચમહાલ,તા.૧૮
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા રોડ પર ટ્રેક્ટર પલટી ખાતા ૬૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને શહેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
લુણવાડા નજીક આવેલા સિગ્નલી અને શિવરાજપુર ગામના લોકો લગ્ન પ્રંસગે રેણા મોરવા ગામમાં જઇ રહ્યા હતા. આ સમયે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઇ ગયું હતું. જેથી તુરંત જ આસપાસના સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા. અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



