શ્રીનગર,તા.૧૮
સાધ્વી પ્રજ્ઞાને ભાજપે ભોપાલ બેઠક પરથી ટિકિટ આપતા વિરોધીઓના નિશાને ભાજપ અને સાધ્વી પ્રજ્ઞા આવ્યા. ત્યારે આ મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને એનસી નેતા ફારૂખ અબ્દુલ્લાએ જણાવ્યુ હતુ કે ભાજપને હવે મંદિર-મસ્જિદ દ્વારા મત મળતા નથી. જેથી ભાજપે ભોપાલથી આતંકવાદના આરોપીને ટિકિટ આપી છે.
સાધ્વીને ફાંસી આપવાની માગ પણ ફારૂખ અબ્દુલ્લા કરી હતી. ઉમરે કહ્યુ કે સાધ્વીએ જેલમા પોતાની તબીયત સારી ન હોવાનું કહી જેલ બહાર આવ્યા છે. ત્યારે જેલમાં રહેનારની તબીયત સારી નથી રહેતી તો ચૂંટણી લડીને સાધ્વીની તબીયત કેવી રીતે સારી રહશે.
આ ઉપરાંત તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપ બાલાકોટ અને એર સ્ટ્રાઈકના નામે ચૂંટણી લડવાની કોશિશ કરી રહી છે. ભાજપ પાસે હવે કોઈપણ મુદો નથી જેથી ભાજપ રાષ્ટ્ર સુરક્ષાનો મુદો બનાવી ચૂંટણીમાં પ્રચાર કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



