પણજી,તા.૪
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શુક્રવારે કહ્યું કે, આવનાકા સમયમાં સમુદ્ર, અંતરિક્ષ અને સાઈબર આવા ત્રણ ક્ષેત્રો હશે જેમાં દેશોને સૌથી વધારે તકોની સાથે-સાથે પડકારો પણ મળશે, ભૌગોલિકરૂપે ભારત ઘણી બાબતોમાં લાભની સ્થિતીમાં છે. ગ્દજીછ અજીત ડોભાલે આપણા નજીકના અને દૂરના પાડોશીઓને કહ્યું કે સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં દરેકે સાથે મળીને કામ કરવું જોઈએ.
પણજીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આવનારો સમયમાં સમુદ્ર, અંતરિક્ષ અને સાયબર આવા ત્રણ ક્ષેત્રો હશે, જે સૌથી મોટી તકો આપશે પરંતુ આ ત્રણ ક્ષેત્રોમાં જ સૌથી વધારે ગંભીર ખતરાઓ પેદા થશે. દેશની સામે પડકાર છે કે આ ખતરાને કંઈ રીતે ઓછામાં ઓછો કરી શકાય અને વધારેમાં વધારે તકોનો લાભ ઉઠાવી શકાય. આ ભાવના આપણને સાથે લાવે છે અને આ ભાવના છે કે આપણે કંઈ રીતે આપણી શક્તિઓને ઓળખીએ અને તેને સાથે લાવીએ. આપણે મહત્વકાંક્ષી દેશો છીએ, જે ક્ષેત્રમાં શાંતી જોવા માંગે છે અને દેશને વિકાસ કરતો જોવા માંગે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઘણું બધું કરવાની જરૂર છે પરંતુ કદાચ આપણાં માંથી કોઈ એકલું પોતાના દમ પર કરવા સક્ષમ નથી પરંતુ આપણે મળીને આ કામ કરવા સક્ષમ છીએ. આ દેશોમાં કોઈનો પણ એક બીજા સાથે કૂટનિતીક સંઘર્ષ નથી. નવી દિલ્હી પોતાના પાડોશીઓ માટે ઉપયોગી બનવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, પણજીમાં ગોવા મેરિટાઈમ કોનક્વેલ શરૂ થયો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિંદ મહાસાગર ક્ષેત્રના તટિય દેશોની દરિયાઈ પ્રાથમિકતાને ઓળખવાનો છે. આ સમ્મેલન બીજીવાર યોજાય રહ્યું છે અને આ દેશોમાં શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરેશિયસ, સેશલ્સ, સિંગાપુર અને મલેશિયાના નૌસેના પ્રમુખ સામેલ થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



