બિહારમાં આરજેડીના બે નેતા પર અંધાધૂંધ ફાયરિંગ : બંન્નેની હાલત ગંભીર

0
1

પટના,તા.૧૪
બિહારના મુજફ્ફરપુરમાં આરજેડીના બે નેતા પર અંધાધુન ગોળીબાર કરવામાં આવ્યો. જે બાદ આરજેડીના જિલ્લા મહાસચિવ સુરેન્દ્ર યાદવ અને ઉમાશંકર પ્રસાદને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્ર યાદવને બે અને ઉમાશંકર યાદવને ચાર ગોળી વાગી છે.
કેટલાક અજાણ્યા શખ્સોએ આરજેડી નેતા પર બેફામ ફાયરિંગ કર્યુ અને જે બાદ તેઓ ફરાર થઈ ગયા. ગોળીબારની ઘટના મામલે ડીએસપી મુકુલ રંજને કહ્યું કે, પોલીસે આ મામલે કેસ દાખલ કરી ઓરોપી શખ્સની શોધખોળ શરૂ કરી છે. જોકે, ગોળીબાર કયા કારણે કરવામાં આવ્યો તે અંગે હજી સુધી કોઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY