આજે પટનામાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૨૮ વર્ષ બાદ કોંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાશે

0
4

આ રેલીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ,જીતન રામ માંઝી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે
પટના,તા.૨
રવિવારે પટનાનાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૨૮ વર્ષ બાદ કોંગ્રેસ ‘જન આકાંક્ષા’ રેલી યોજવા જઈ રહી છે. આ રેલીને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ જે પોસ્ટરોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન રામનાં અવતારમાં બતાવ્યા છે. તે જ પોસ્ટર હવે રાહુલગાંધી માટે સૌથી મોટી મુશ્કેલી બન્યા છે. આ પોસ્ટરોને કારણે ભાજપે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચતા રાહુલ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ભારતીય જન ક્રાંતિ દળનાં મહાસચિવ રાકેશ દત્ત મિશ્રા ઝ્રત્નસ્ કોર્ટમાં આ અંગે રાહુલગાંધી સહિત , બિહાર કોંગ્રેસનાં અધ્યક્ષ મદન મોહન અને પાર્ટીનાં કાર્યકર્તા વિજય કુમાર સિંહ સામે ફરિયાદ દાખલ કરી છે. તેમને આરોપ લગાવ્યો હતો કે, રાહુલને રામનાં અવતારમાં બતાવવાથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.
કોંગ્રેસ કાર્યકર્તા વિજય કુમારે રાજધાનીમાં ઘણા સ્થળોએ આ પોસ્ટર લગાવ્યા હતા, જેમાં રાહુલ ગાંધી રામનાં રૂપમાં દર્શાવાયા છે. આ વિવાદીત પોસ્ટરો પર ભાજપે પ્રહારોનો વરસાદ વરસાવી દીધો હતો .આ પોસ્ટરમાં ‘તેઓ રામ નામ જપતા રહે, તમે રામ બનીને જીવો ‘જેવા શબ્દો લખાયા હતા, જેમાં પર મદન મોહન સાથે વિજય કુમાર સિંહની તસવીર પણ હતી.
રાહુલ ગાંધીની આ રેલીમાં મહાગઠબંધનનાં ઘણા દિગ્ગજ નેતાઓની હાજરીની સંભાવનાઓ છે. જેમાં આરજેડી નેતા તેજસ્વીની યાદવ, હિન્દસ્તાની આવામ મોર્ચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડીતન રામ માંઝી, લોકતાંત્રિક જનતા દળનાં અધ્યક્ષ શરદ યાદવ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કોન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા પણ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY