એકબીજાનું મોઢુ ન જોનારા લોકો આજે એક થઇ ગયા : પીએમ મોદી

0
6

ઠાકુરગંજ,તા.૨
મમતા બેનર્જીના ગઢમાં પીએમ મોદીએ મિશન ૨૦૧૯ની શરૂઆત કરી ચૂંટણીનું રણશીંગુ ફૂકિયું છે. તેમણે નોર્થ ૨૪ પરગણાના ઠાકુર નગર અને બર્દવાનના દૂર્ગાપૂરમાં રેલી સંબોધી હતી. જ્યાં તેમઍને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ગામડાઓની સ્થિતિ ખુબ જ ખરાબ છે. અમારી સરકાર તેને બદલવા પ્રયાસરત છે. અહીંની સરકારોએ ગામડા પ્રત્યે કિયારેય ધ્યાન જ નથી આપ્યું. જા બીત ગતા સો બીત ગયા. નવુ ભારત આ સ્થિતિમાં ના રહી શકે. મહાગઠબંધન પર નિશાનો સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ લોકો ચાર વર્ષ પહેલા એક બીજાનો ચહેરો જાવાનું પસંદ નહોતા કરતા. એ જ અત્યારે ગળે મળી રહ્યા છે. કાળા કારનામા કરનારા લોકોને ચોકિદાર પસંદ નથી. પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દરેક બાળક તૃણમૂલ ટોલા બાઝી ટેક્સથી પરિચિત છે. પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં તમને શિક્ષા માટે ટેક્સ આપવો પડે છે. પીએમ મોદીએ કહ્યું કે દસ વર્ષ પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે ખેડૂતોને ૫૨,૦૦૦ કરોડ રૂપિયા કર્ઝમાફી કરીશું. આટલા પૈસાથી અમે પણ કર્ઝ માફીનો શોર મચાવી શકતા હતા. પણ અમારી નિયત સાફ છે. જેનું પરિણામ ખેડૂતોના હિતમાં આવેલી પરમાનેન્ટ યોજના છે.
જાકે વડાપ્રધાનની આ રેલીમાં ભીટ એટલી હદે હતી કે તેમાં નાસભાગ જેવી સ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી. આ બાબતને ધ્યાનમાં રાખતા વડાપ્રધાને માત્ર ૧૪ જ મીનીટમાં પોતાનું ભાષણ પુરૂ કરી લીધું હતું.
તેમણે કહ્યું હતું કે, સાડા ચાર વર્ષથી કેન્દ્રની સરકર આ સ્થિતિને બદલવાના ઈમાનદાર પ્રયાસ કરી રહી છે. ગઈ કાલે ઐતિહાસીક બજેટમાં પહેલીવાર ખેડતો અને કામદારો માટે અનેક મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી. બજેટમાં જે યોજનાઓની જાહેરાત થઈ તેનાથી દેશના ૧૨૨ કરોડથી પણ વધારે નાના ખેડૂત પરિવારોને, ૩૦-૪૦ કરોડ શ્રમિકોને અને ૩ કરોડથી વધારે મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અહીં તેમણે ઠાકુર નગરમાં એક રેલી સંબોધી હતી. આ રેલીમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભારે ભીડને જાઈ વડાપ્રધાને કહ્યું હતું કે, આ દ્રશ્યો જોયા બાદ મને સમજાય છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવી છે. આ તમારો પ્રેમ જ છે જેના ડરના કારણે લોકતંત્ર બચાવવાનું નાટક કરનારા નિર્દોષ લોકોની હત્યાઓ કરાવવા પર ઉતારૂ બન્યા છે. ઠાકુર નગર તેના સમાજીક આંદોલનોનું સાક્ષી રહ્યું છે. હું આ ધરતીને વંદન કરૂ છું.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ઘણીવાર ખેડૂતો સાથે દેવામાફીના બહાને રાજકારણ ખેલીને તેમની આંખોમાં ધૂળ નાખવામાં આવે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવામાફી કરી ખેડૂતોનું કંઈ જ ભલુ નથી કરી રહ્યાં. માત્ર ગણ્યાગાંઠ્યા ખેડૂતોને જ તેનો લાભ મળે છે. નાના ખેડૂતો રાહ જ જાતા રહી ગયા હતાં. જેમને ફેવામાફીનો લાભ મળતો હતો તેઓ દેવાદાર બની જતા હતાં. હજી પણ કેટલાક રાજ્યોમાં દેવામાફીના નામે ખેડૂતો પાસે મત માંગવામાં આવે છે. એવા ખેડૂતોના દેવા માફ થઈ રહ્યાં છે જેમણે કિયારેય લોન લીધી જ ના હોય. મધ્ય પ્રદેશમાં માત્ર ૧૩ રૂપિયાની દેવામાફી કરવામાં આવી. રાજસ્થાનમાં બહાનાઓ બનાવવામાં આવી રહ્યા છે કે, અમને નહોતી ખબર કે દેવામાફીનો ભાર આટલો બધો રહેશે. કર્ણાટકમાં તો ખેડૂતો પાછળ પોલીસ લગાવી દેવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY