ક્રાઇમ બ્રાંચના નામે યુવકોને માર મારનારા ત્રણ ઝડપાયા

0
145

અમદાવાદ,તા.૨૭
શહેરના કાંકરિયા ગેટ નંબર-૪ પાસે ક્રાઇમ બ્રાંચના પોલીસવાળા હોવાનો દમ મારી ચાર શખ્સો બે પરપ્રાંતીય યુવકોને ઢોર માર મારતા હતા તે સમયે જ ત્યાં અચાનક અસલ પોલીસ આવી પહોંચી હતી અને સમગ્ર મામલો જાણતાં ક્રાઇમ બ્રાંચની ઓળખ આપનાર ચાર પૈકી ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને પરપ્રાંતીય યુવકોને બચાવી લીધા હતા. મણિનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. અસલ પોલીસે આરોપીઓને સમગ્ર વિસ્તારમાં ફેરવી તેમનું સરઘસ કાઢયું હતુ અને તેમને ઉઠબેસ કરાવી હતી. સાથે સાથે જાહેરજનતાને આવા તત્વોથી નહી ગભરાવા આશ્વાસન આપ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારંજ વિસ્તારમાં આવેલ પટવા શેરીમાં રહેતા અંજર શેખે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગઇકાલે અંજર અને તેનો મિત્ર મુખત્યાર શેખ કાંકરિયા ફરવા માટે ગયા હતા. કાંકરિયા ફરીને બપોરે ચારેક વાગ્યાની આસપાસ બન્ને જણા બહાર આવ્યા ત્યારે એકટિવા, બાઇક અને રિક્ષા લઇને ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા. ચાર શખ્સોએ બન્ને યુવકોને ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાની ઓળખ આપી હતી. ચારેય જણાએ બન્ને યુવકોની પૂછપરછ કરી હતી અને ક્યાંના રહેવાસી છો તેમ પૂછ્યું હતું. અંજરે બિહારના રહેવાસી હોવાનું કહેતાંની સાથે જ ચાર પૈકી ત્રણ જણા તેમના પર તૂટી પડ્‌યા હતા અને ઢોર માર મારવા લાગ્યા હતા. ત્રણેય જણા બન્ને યુવકોને મારતા હતા તે સમયે મણિનગર પોલીસ પેટ્રોલિંગ કરવા માટે નીકળી હતી. આ ઘટના જોઇને મણિનગર પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે ક્રાઇમબ્રાંચ તરીકે ઓળખ દમ મારતાં ત્રણેય શખ્સોને પકડી લીધા હતા. ક્રાઇમ બ્રાંચના પોલીસવાળા બનીને આવેલા ત્રણેય શખ્સોની ધરપકડ કરીને પોલીસ મણિનગર પોલીસ સ્ટેશનમાં લાવી હતી. ત્રણેય પૈકી એક મોહંમદ નાસીર શેખ (રહે. બાપુનગર), જ્યારે બીજા બે મોહંમદ શાહરુખ અંસારી (રહે. રખિયાલ) અને હાફીઝ અલી ખોખર હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણ શખ્સોની સાથે અન્ય એક શખ્સ પણ હાજર હતો, જે પોલીસ આવતાં નાસી ગયો હતો. મણિનગર પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધમાં નકલી પોલીસ બનીને બે યુવકોને માર મારવા બદલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY