અંક્લેશ્વર નજીક આવેલ કોસમડી ગામેઆવેલ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

0
12

ભરૂચ જીલ્લા ના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર  પી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ.વાય.જી.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ. કે.જે.ઘડુક તથા ટીમ ના પોલીસ માણસો મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી ના પો:કો.સરફરાજ નાઓને બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે બે ઇસમો એક રાંધણ ગેસ નો બોટલ તથા એક ટી.વી. કાપડ મા વીંટાળીને અંક્લેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગર ના રીક્ષા સ્ટેન્ડ નજીક ફુટપાથ ઉપર શકમંદ હાલત મા બેસેલ છે. જે મળેલ હકીકત આધારે પોલીસ ટીમના માણસો એ બે ઇસમો જેમા (૧) ભરતભાઇ ઉર્ફે દિપકભાઇ પરસોત્તમભાઇ વસાવા ઉ.વ.-૩૦ રહે-નવી સુરવાડી ટેકરી ફળીયુ તા-અંક્લેશ્વર તથા (૨) મહેશભાઇ રાવજીભાઇ વસાવા ઉ.વ.-૩૨ રહે- નવી સુરવાડી સરપંચ ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-સાધલી, ટાંકી વાળુ ફળીયુ તા-શિનોર જી-વડોદરા નાઓને કાપડ મા વીંટાળેલ ગેસ બોટલ તથા ટી.વી સાથે અટકાવી તપાસ કરતા ઇન્ડેન કંપનીનો LPG રાંધણ ગેસનો બોટલ તથા ઇન્ટેક્ષ કંપનીનું એલ.સી.ડી ટી.વી મળી આવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી આ મુદ્દામાલ તેઓએ ગુનાહીત પ્રવુતિ થી ચોરી કરી મેળવેલ હોવાનો શક જતા મુદ્દામાલ તથા બન્ને ઇસમોને અટકાયત મા લઇ બન્ને ઇસમોની પુછપરછ કરતા મળી આવેલ મુદ્દામાલ તેઓએ ચારેક દિવસ અગાઉ વાલીયા રોડ ઉપર કોસમડી ગામ નજીક આવેલ સંસ્કારધામ સોસાયટી મા એક બંધ મકાનને મારેલ તાળુ તોડી તે મકાન માંથી યોરી કરી મેળવેલ હોવાની કબુલાત કરેલ જે અંગે ખાત્રી કરતા અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ઇ.પી,કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ હોય જેથી મળી આવેલ ગેસ બોટલ ની કી.રૂ.૧૫૦૦/-ગણી તથા ઇન્ટેક્ષ કંપનીના એલ.સી.ડી ટી.વી ની કી,રૂ.૧૭૦૦૦/- ગણી કુલ કી.રૂ.૧૮,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત બન્ને ઇસમો તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY