પાવાગઢ,તા.૫
પાવાગઢ ખાતે પ્રથમ વખત આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં યોજાશે પાવાગઢના ૧૦૨૫ પગથીયા ચઢી અને ઉતરવાની સ્પર્ધાની તડામાર તૈયારીઓ શરૂ વર્ષથી યોજાતી ગિરનારની સ્પર્ધા હવે પાવાગઢમાં સ્પર્ધા સિનીયર અને જુનિયર એમ બે ભાગમાં યોજાશે. સ્પર્ધામાં ૧૦૨૫ પગથીયા ચઢી અને ઉતરવા માટે ૨૫થી ૩૦ મિનીટનો સમય રખાશે.
૪૯ વર્ષથી ગીરનારમાં યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે પંચમહાલ જિલ્લાના પાવગઢ ખાતે જાન્યુઆરી માસમાં યોજાશે. આ સ્પર્ધામાં ડુંગળના પંગથીયા ચઢી અને ઉપરવાના હોય છે. પ્રથમ વખત યોજાતી સ્પર્ધાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાવગઢ ખાતે માંચી બાદ પાવાગઢની તળેટી સુધીના ૧૦૨૫ પગથીયા ચઢી અને ઉતરવાની સ્પર્ધામાં બે ભાગમાં થશે. જેમાં સિનીયર સ્પર્ધક અને જુનિયર સ્પર્ધક ભાગ લઇને ૧૦૨૫ પગથીયા ચોક્કસ સમયમાં પૂર્ણ કરીને પ્રથમ આવનારને વિજેતા જાહેર કરાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઇન ફોમ ભરવાનું રહેશે. સિનીયર સ્પર્ધકની વય મર્યાદા ૧૯થી ૩૫ વર્ષ અને જુનિયર સ્પર્ધકની વય મર્યાદા ૧૪થી ૧૮ વર્ષ સુધીની રહેશે. પ્રથમ વખત યોજાનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના દિવસે સ્પર્ધકો સિવાય અન્ય માટે પાવાગઢના પગથીયા અવર જવર માટે બંધ રાખવામાં આવશે. પાવગઢ ખાતે યોજાવાનરી સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઇન પ્રક્રિયા હોવાથી રાજ્યભરમાંથી અને આસપાસના વિસ્તારના લોકો ભાગ લઇને પ્રથમ વખત યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધા સફળ બનાવશે. તેના માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



