ભારતને અમારા આંતરિક મામલામાં ટાંગ અડાડવાની માનસિક બિમારી છે

0
6

પેરિસ,તા.૧૪
કાશ્મીર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવા પર યુનેસ્કોમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાડોશી મુલ્કની આલોચના કરતાં કહ્યું કે પાકિસ્તાનને આપણા આંતરિક મામલામાં ટાંગ અડાડવાની માનસિક બીમારી છે. આતંકવાદના મુદ્દા પર ભારતે પાકિસ્તાનને ઘેરતા કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદથી દુનિયા પરેશાન છે.
પેરિસમાં યુનેસ્કોના હેડક્વાર્ટરમાં આયોજીત યુનેસ્કોની જનરલ કોન્ફરન્સના ૪૦મા સત્રની સામાન્ય નીતિ ચર્ચા પર પાકિસ્તાનના આરોપોનો જવાબ આપતા ભારતે કહ્યું કે પાકિસ્તાન પ્રોપેગેન્ડા રચી રહ્યું છે અને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કાયદાના આધાર પર ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. તેઓ આ પ્રકારની ધૃણાસ્પદ વાતો ફેલાવી રહ્યા છે તે નિંદનીય છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશો અંગે બોલતા ભારતે કહ્યું કે આ બંને ભારતના અંદરના હિસ્સા છે અને પાકિસ્તાનની તરફથી કાશ્મીરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાઇ રહી છે. ભારતે આગળ કહ્યું કે પાકિસ્તાન સતત ભારતની અંદરની બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે જે કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આની પહેલાં પાકિસ્તાનના શિક્ષણ અને વ્યવસાયિક પ્રશિક્ષણના સંઘીય મંત્રી શફકત મહમૂદે બુધવારના રોજ યુનેસ્કોમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. સંઘીય શિક્ષણ અને વિશેષ પ્રશિક્ષણ મંત્રી શફાકત મહમૂદે યુનેસ્કોમાંથી જમ્મુ-કાશ્મીર અને કાશ્મીરના લોકોને મૌલિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા અને પ્રતિબંધ હટાવાને લઇ ભારત સરકારને મનાવા માટે પોતાના નૈતિક અધિકારનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY