ન્યુ દિલ્હી,તા.૨૯
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો યથાવત છે. સતત વધી રહેલા ભાવને પગલે ગુજરાતમાં પેટ્રોલ ૮૨ રૂપિયાને પાર પહોંચ્યું છે. ફરી એકવાર પેટ્રોલમાં ૨૨ પૈસા અને ડીઝલમાં ૨૧ પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે જ ભાવનગરમાં પેટ્રોલનો ભાવ ૮૩.૮૮ થયો છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. અમદાવાદમાં પેટ્રોલ ૮૨.૫૩ જ્યારે ડીઝલ ૮૦.૦૬ રૂપિયા પ્રતિલિટર થયું છે.ગુરૂવારે પેટ્રોલની કિંમતમાં ૧૪ પૈસાનો વધારો થયો છે. બુધવારે પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. સતત ગગડતો ભારતીય રૂપિયો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલી ઈંધણની કિંમત સર્વાધિક સપાટી પર પહોંચ્યા છે.
અમદાવાદમાં પેટ્રોલ રૂ.૮૨.૫૩, ડીઝલ રૂ.૮૦.૦૬, ભાવનગરમાં પેટ્રોલ રૂ.૮૩.૮૮, ડીઝલ રૂ.૮૧.૩૮, વડોદરામાં પેટ્રોલ રૂ.૮૩.૨૬, ડીઝર રૂ.૭૯.૭૮, સુરતમાં પેટ્રોલ રૂ.૮૨.૫૩, ડીઝલ રૂ.૮૦.૦૭, રાજકોટમાં પેટ્રોલ રૂ.૮૨.૪૨, ડીઝલ રૂ.૭૯.૯૫ થયો છે.
આજે ફરી એકવાર પેટ્રોલમાં ૨૨ પૈસા અને ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૩.૩૦, ડીઝલ ૭૪.૪૧ પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ ૯૦.૬૬, ડીઝલ ૭૮.૯૮ પ્રતિ લીટર, કોલકત્તામાં પેટ્રોલ ૮૫.૧૨, ડીઝલ ૭૬.૩૮ પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલ ૮૬.૫૮, ડીઝલ ૭૮.૭૭ પ્રતિ લીટર, બેંગલોરમાં પેટ્રોલ ૮૩.૯૬, ડીઝલ ૭૪.૮૯ પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ ૮૯.૪૪, ડીઝલ ૮૦.૧૪ પ્રતિ લીટર થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


