નવરાત્રિમાં રોમીયોગીરી કરતા ૧૨ લોકો ઝડપાયા

0
8

અમદાવાદ, તા.૧૨
રાજ્યમાં હાલ નવરાત્રિના તહેવારની ઉજવણી ચાલી રહી છે. જાકે નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમવા જતી મહિલાઓ કે પછી દીકરીઓની કેટલાક રોમિયો દ્વારા છેડતી કરવાના કિસ્સા બનતા હોય છે. બીજા નોરતે અમદાવાદના વિવિધ વિસ્તારમાં રાસ-ગરબાની રમઝટ દરમિયાન યુવતિઓની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલ યુવતિઓ સાથે રોમીયોગીરી કરતા ૧૨ લોકોને મહિલા પોલીસની સ્ક્વોડે રંગેહાથે ઝડપી કાર્યવાહી કરી હતી. નવરાત્રિ દરમિયાન રોડ પર જતી છોકરીઓની મશ્કરી કે છેડતી કરતા યુવકોએ સાવધાન થઈ જવાની જરુર છે. કારણકે રોડ પર છેડતી કરતા અથવા તો અસભ્ય વર્તન કરતા યુવકોની સામે મહિલા પોલીસે લાલઆંખ કરી છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મહિલા પોલીસે રોડ પર રોમિયોગીરી કરતા ૧૨ લોકોને ઝડપી પાડ્યા છે. નવરાત્રિ દરમિયાન ડિકોય ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન શખ્સો રોડ પર જતી યુવતિઓની મશ્કરી અને છેડતી કરતા હતા. જેમાં મહિલા પોલીસે સાત રોમિયોને ઝડપી પાડ્યા હતા. સાથે જ રીવરફ્રન્ટ પોલીસે પણ પાંચ રોમિયોને ઝડપ્યા છે.આ ઉપરાંત અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં હાલ ટ્રાફિકના મુદ્દે પોલીસે આ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અમદાવાદમાં શહેર તેમજ જિલ્લામાં હાલ ટ્રાફિકના મુદ્દે પોલીસ અને તંત્ર ગંભીર બન્યા છે. ટ્રાફિક પોલીસની નવરાત્રિમાં ટ્રાફિકની કાર્યવાહી દરમિયાન ૮૯૦ વાહનો પહેલા નોરતે ટોઈંગ કરાયા હતા. જેમાં ટુ વ્હિલર ચાલકો પાસેથી ૨.૬૬ લાખ અને ફોર વ્હિલ ચાલકો પાસેથી ૪૯ હજારનો દંડ વસુલ્યો હતો. સાથે આ ઝડપાયેલા ૧૯ લોકો સામે ફરીયાદ કરી ૪૩ વાહનોને ડિટેઈન કરાયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY