ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્રિય રેલ્વે મંત્રી પિયુષ ગોયલની બનાવટી સહી કરવાના કેસમાં સામેલગિરીના આરોપસર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં એક પૂર્વ આર્મીમેન અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યુ કે, છેલ્લા બે દિવસમાં થેલેસેટ્ટી સુધાકર, સિવિલ એન્જિનિયર અને રમણ જાશી (પૂર્વ આર્મીમેન)ની હૈદ્રાબાદ અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આર.પી.એફના જવાન વિશોક ગુપ્તા દ્વારા આ મામલે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રેલ્વે મંત્રાલયને એવી ફરિયાદ મળી હતી કે રેલ્વે મંત્રી પિયુષ ગોયલની બનાવટી સહી વાળા લેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પોલીસ ફરિયાદના આધારે પોલીસની એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી અને વાડલા નામના વ્યક્તની પુછપરછ માટે એક ટીમ સિંકદરાબાદ મોકલવામાં આવી હતી. આ વ્યક્તિના નામ પર લેટરહેડ અને કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





