ન્યુ દિલ્હી,તા.૨૬
તાજેતરમાં જ ભાજપા નેતૃત્વે પાર્ટી સાંસદોની સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અંદાજે ૨૫૦ સાંસદ હાજર રહ્યાં, તેમાં લોકસભાની સાથો સાથ રાજ્યસભાના સાંસદ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર બેઠા હતા અને તેની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી વગેરે લોકો પણ બેઠા હતા. ત્યારે પીએમ મોદીની નજર ઉત્તર પ્રદેશના બારાબંકીથી સાંસદ પ્રિયંકા રાવત પર પડેલ, જા કે આ બેઠકનું રેકો‹ડગ કરવામાં લાગ્યા હતા. આ વાતથી પીએમ મોદી નારાજ થઇ ગયા અને સાંસદ પાસે તરત રેકો‹ડગ બંધ કરી મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરવાનું કહ્યું.
જા કે પીએમ મોદી તેમછતાંય સંતુષ્ટ થયા નહીં અને તેમણે ભાજપ સાંસદના ફોન પરથી રેકોડિંગને ડિલીટ કરવાનું કહ્યું. એટલું જ નહીં રેકોડિંગ ડિલીટ થયું કે નહીં તેની જવાબદારી પાર્ટી કાર્યકારિણીના એક સભ્યને આપી. જેમણે જાતે જાઇ એ સુનિશ્ચિત કર્યું કે ફોનમાં બેઠકથી સંબંધિત કોઇ રેકો‹ડગ તો બચ્યું નથી ને.
આપને જણાવી દઇએ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના થોડાંક જ મહિના બાકી છે. એવામાં ભાજપે ચૂંટણી માટે રણનીતિ બનાવાની શરૂઆત કરી દીધી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






