રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં પ્રતિબંધિત પાણીના પાઉચ નું ખુલ્લું વેચાણ
નર્મદા જિલ્લા માં અમુક કંપનીઓ ના પાણીના પાઉચ ખુલ્લેઆમ વેંચાતા પ્રતિબંધ માત્ર કાગળ પર હોોય એમ લાગે છે ,સાથે પાઉચ માં વેંચતા પાણી ની ગુુણવત્તા પર પણ અનેક સવાલ
રાજપીીપળા:
પ્લાસ્ટિક પર પ્ર્ર્રતિબંધ લાગુ કરાયો હોવા છતાં નર્મદા જિલ્લા માં પાાણી ના પાઉચ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ તપાસ કે કાયદેસર કાર્યવાહી ન થતા રાજપીપળાની લારીઓ ગલ્લા સહીત અમુક દુકાનો માં આજે પણ ખુલ્લેઆમ પાણીના પાઉચ નું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સરકાર પ્રતિબંધ મૂકી શું સાબિત કરવા માંગે છે…? કે પછી જે તે સરકારી ખાતા ના પ્રતિબંધિત પ્લાસ્ટિક ની તપાસ કરતા અધિકારીઓ કોઈ અંગત સ્વાર્થ માટે આંખ આડા કાન કરે છે…? નર્મદા જિલ્લા માં ખુલ્લેઆમ વેચાતા પાણીના પાઉચ પ્રતિબંધિત તો છેજ પરંતુ પાઉચ ના પાણીની ગુણવત્તા બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાલિકા ની માફક લાગતા વળગતા ખાતા ના અધિકારીઓ ચોમાસા ની ઋતુ માં લોકો આ પાણી પી રોગચાળા ની લપેટમાં ન આવે એ માટે તપાસ કરે એ જરૂરી છે
પાઉચ માં વેંચતા પાણી ઘણા દિવસ ના જુના હોવાથી ક્યારેક પ્લાસ્ટિક માં ગંધ પણ મારતા હોય છે : જયેશ પંચોલી (જાગૃત નાગરિક,રાજપીપળા )
રાજપીપળા ના એક જાગૃત નાગરિક એ જણાવ્યું હતી કે પાઉચમાં વેચાતું પાણી અમુક વખત ઘણું જૂનું હોય એમાં ક્યારે પાઉચ બન્યું એવી કોઈ તારીખ જણાતી નથી માટે આવા વાસી પાણી વાળા પાઉચ નું પાણી ક્યારેક ગંધ પણ મારતું હોય જેના કારણે લોકો બીમાર પડી શકે છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



