ગાંધીનગર,તા.૮
હાર્દિક પટેલને વિસનગર કેસમાં રાહત આપવામાં આવી છે. કોર્ટે હાર્દિકની અરજી ગ્રાહ્ય રાખી છે. હાર્દિક પટેલની સજાનાં આદેશ પર હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો. જા આ સ્ટે બરકરાર રહેશે તો હાર્દિક લોકસભા ચૂંટણી લડી શકશે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણામાં આવેલ વિસનગરનાં ભાજપનાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ આ અગાઉ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યાં હતાં. જા કે ત્યાર બાદ ત્રણેય દોષિતોને જામીન મળી ગયાં હતાં. આ કેસમાં કોર્ટે ૧૪ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં.
કોર્ટે હાર્દિક પટેલને ૨, લાલજી પટેલને ૨ અને એકે પટેલ એમ ત્રણેયને ૨-૨ વર્ષની સજા ફટકારી હતી. જેમાં કોર્ટે રાયોટિંગની કલમ હેઠળ ત્રણેયને દોષિત જાહેર કર્યા હતાં. મહત્વનું છે કે ૨૩ જુલાઈ ૨૦૧૫નાં રોજ પાટીદાર અનામત રેલી યોજાઈ હતી. જે દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મુદ્દે હાર્દિકને સજા ફટકારાઇ હતી. પરંતુ બાદમાં તેઓને જામીન મળી ગયાં હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



