મુંબઈમાં BPCLન્પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી; ૧૦ કામદાર ઘાયલ

0
41

મુંબઈ,તા.૮
અહીંના માહુલ-ચેંબુર ઉપનગરોમાં આવેલા ટાટા પાવર વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીસીસીએલ) કંપનીના પ્લાન્ટમાં આજે બપોરે લગભગ ૩ વાગ્યાના સુમારે વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. ચેંબૂરના માહુલ રોડ ખાતે ટાટા પાવર ખાતે બીપીસીએલની રીફાઈનરી આવેલી છે.
બીપીસીએલના હાઈડ્રો ક્રેકર યુનિટમાં લાગેલી આગને અગ્નિશામક દળે લેવલ નંબર-૩ની ગણાવી હતી. સાંજે લગભગ ૪.૧૫ વાગ્યે અગ્નિશામક દળના જવાનોએ આગ પર અંકુશ મેળવી લીધાની બીપીસીએલ તરફથી જાણકારી આપવામાં આવી હતી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના હજી સુધી અહેવાલ નથી, પરંતુ ૧૦ કર્મચારી ઘાયલ થયાનો અહેવાલ છે.
આગ લાગ્યાની જાણ થતાં તરત જ ૧૪ ફાયર એન્જિન્સ સાથે અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે બે ફોમ ટેન્ડર્સ અને બે જમ્બો ટેન્કર્સ પણ હતા.
ધડકો એટલો બધો પ્રચંડ હતો કે એને લીધે ચેંબૂર, માહુલ, સાયન ઉપનગરો સુધીના વિસ્તારો હચમચી ગયા હતા. છેક દેવનાર વિસ્તાર સુધી લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
ધડાકાનો અવાજ એટલો જબ્બર હતો કે ચેંબૂરના ટાટા પાવર સ્ટેશન તથા આર.સી. માર્ગ પરના મકાનો હચમચી ગયા હતા અને લોકો ગભરાટના માર્યા એમના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY