અંબાજી,તા.૧૬
પ્લાસ્ટિક પર પ્રતિબંધના વિરોધમાં સતત બીજા દિવસે અંબાજી બંધ છે. વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા છે. યાત્રાધામ અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે લોકોમાં ભારે રોષ છે. અંબાજીમાં જગવિખ્યાત મેળો શરૂ થવાને આડે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે વેપારીઓ ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.
તેમની માંગ છે કે વીસ માઈક્રોનથી જાડી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવા દેવામાં આવે. ગઈકાલે કરેલા આંદોલનમાં પોલીસ દ્વારા નવ જેટલા વેપારીઓ સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે. આ ગુનો પાછો ખેંચવાની વેપારીઓએ માંગ કરી છે. ધરપકડ કરાયેલા તમામ વેપારીઓને પાલનપુરની સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



