સુરત,તા.૧૬
સુરત શહેર પોલીસ કમિશ્નરે સુરતની તાપી નદીમાં ગણેશ વિર્સજન માટે પ્રતિંબધ મુકી દીધા બાદ ગણેશ વિર્સજન ના કરી શકાય તે માટે પાલિકા દ્વારા ચોકબજાર ડક્કા ઓવારા ખાતે જયાંથી વિર્સજન થતુ હતુ. ત્યાં લોંખડના પતરાથી રસ્તો જ બંધ કરી દીધો છે. છતા પણ અન્ય જગ્યાએથી નાની મૂર્તિનું વિસર્જન કરાઇ રહયુ છે.
સુરત શહેર સ્થિત તાપી નદીને પ્રદુષણમાંથી બચાવવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નરે તાપી નદીમાં વિર્સજન પર પ્રતિબંધ મુકી દીધો છે.મતલબ કે તાપી નદીના કોઇ ઓવારા પરથી વિર્સજન થઇ શકશે નહીં.
આ પ્રતિબંધ મુકયા બાદ કૃત્રિમ તળાવની સંખ્યા પણ વધારી દેવાઇ છે. અને બીજી બાજુ જયાંથી વિર્સજન થતુ હતુ તે ચોકબજાર ડક્કા ઓવારાના કિનારા પર પાલિકા દ્વારા એક તળાવ બનાવાયુ છે. અને કિનારાની ફરતે લોંખડના પતરાથી આખો રસ્તો જ બ્લોક કરી દેવાયો છે. સંભવત કૃત્રિમ તળાવે આવનારા ગણેશ ભકતો સીધા તાપી નદીમાં ના પહોંચી જાય તે માટે રસ્તો બ્લોક કરી દેવાયો છે.
જયારે બીજા ઓવારા પરના રસ્તાઓ બ્લોક કર્યા નથી. જેમા નાનપુરા દયાલજી બાગની બાજુમાંથી તાપી નદી કિનારે જવાતા રસ્તા પરથી સ્થાનિક લોકોની મદદથી કેટલાક ગણેશ ભકતોએ તાપી નદીમાં વિર્સજન વિર્સજન કરી રહયાં છે.
આ બધી મૂતિઓ એક કે બે દિવસના ગણેશ સ્થાપનની છે. તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં આજે મૂર્તિઓનું અહીથી વિસર્જન થઇ રહયું હતું. ગણેશ વિસર્જનના રોજ આવી રીતે નાની મૂર્તિઓનું નદીમાં જ વિસર્જન થવાની શક્યતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



