સુરત, તા. ૨૫
શહેરના પાલનપુર પાટિયા, દિન દયાળ સોસાયટીમાં ત્રાટકેલી બાઈકર્સ ગેંગ મહિલાના ગળામાંથી સોનાની ચેઈનનો અડધો ભાગ અને મંગળસૂત્ર મળી કુલ રૂ. ૭૫ હજારની મતા લૂંટી ફરાર થઇ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર પાટિયા સ્થિત દિનદયાળ સોસાયટીના મકાન નંબર ૨૭૭માં રહેતી ૨૮ વર્ષિય રૂબા પેરયા સ્વામી પેરૂમલ નાડાર ગઈકાલે સવારે પોતાના ઘરના આંગણામાં ઊભા હતા. દરમિયાન ત્યાં બાઈક પર આવેલા ૩૦થી ૩૫ વર્ષના અને જીન્સ પેન્ટ, શર્ટ પહેરેલા હેલ્મેટ ધારી બે અજાણ્યા રૂબાબેનના ગળામાં રહેલ રૂપિયા ૧૫ હજારની સોનાની ચેઈનનો અડધો ભાગ તથા રૂ. ૬૦,૦૦૦નું મંગળ સૂત્ર મળી કુલ રૂ. ૭૫,૦૦૦ની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રૂબાબેન રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



