સુરત જિલ્લા પંચાયતની ટીમ આણંદને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની

0
144

સુરત, બુધવાર: રાજયની ૩૦ જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમોએ લીધો હતો ભાગસુરત જિલ્લા પંચાયતના યજમાન પદે યોજાયેલી ૨૭મી સ્વ.બળવતંરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૮ સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. જેમાં ગત વર્ષે ચેમ્પિયન બનેલી સુરત જિલ્લા પંચાયતની ટીમે ચાલુ વર્ષે પણ જીતની બાજી મારતા ચેમ્પિયન બની હતી. આ સાથે સુરત જિલ્લા પંચાયતની ટીમ આણંદને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની હતી.

૧૯૯૧ થી શરૂ થયેલી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ વર્ષે સુરત શહેર સહિત જિલ્લાના જુદા જુદા ૧૦ જેટલા ક્રિકેટ મેદાન પર ખેલાઈ હતી. આ ટુર્નામેન્ટમાં રાજયના ૩૦ જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.

ટૂર્નામેન્ટની તમામ ૩૭ મેચો, ૦૪ ક્વાટર ફાઈનલ મેચ, ૦૨ સેમિફાઇનલ ખૂબ જ રસાકસીભર્યા માહોલમાં રમાઈ હતી. સુરતની ટીમે લીગ મેચમાં મોરબી અને છોટાઉદેપૂરની ટીમોને હરાવી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં પંચમહાલને અને ક્વાર્ટર ફાઇનલમાં પોરબંદરને હાર આપી હતી, જ્યારે સેમિફાઇનલમાં ખેડાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુરત જીલ્લા પંચાયતે ફાઇનલમાં આણંદ સામે ઉજ્જવળ પ્રદર્શન કરતા દબદબાભેર જીત મેળવી હતી. ૩૦ ઓવરની ફાઇનલ મેચમાં સુરતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૧૮૬ રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. જેના જવાબમાં આણંદ ટીમ ૨૯.૪ ઓવરમાં ૧૮૦ રન બનાવી ઓલ-આઉટ થઈ હતી. આમ સુરત જિલ્લા પંચાયતની ટીમ સાતમી વાર ચેમ્પિયન બનવા પામી હતી.

ફાઈનલ મેચ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. રાજેશ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો સહિત ગુજરાતની દરેક જિલ્લા પંચાયતના ખેલાડીઓ અને ક્રિકેટ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY