ન્યુ દિલ્હી,તા.૨૧
સતત ચોથા દિવસે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૭ પૈસા ઘટાડો થયો છે. આમ પેટ્રોલ ૮૧.૭૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૭૫.૧૯ રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલમાં ૨૪ પૈસા અને ડીઝળના ભાવમાં ૧૮ પૈસાનો ઘટાડો નોંધાયો છે. ભાવનગરમાં પેટ્રોલ રૂ.૭૯.૮૭ અને ડીઝલ રૂ.૭૯.૯૨ પ્રતિ લિટરનો ભાવ થાય છે.
જ્યારે મુંબઇમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલની કિંમતોમાં ૧૮ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે મુંબઇમાં પેટ્રોલ ૮૭.૨૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત રૂ.૭૮.૮૨ લિટર થઇ છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે પેટ્રોલમાં ૩૯ પૈસા અને ડીઝલમાં ૧૨ પૈસા સસ્તું ઘટ્યું હતું. દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસાના ઘટાડા સાથે ૮૧.૯૯ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ ૧૨ પૈસા સસ્તું થઇને ૭૫.૩૬ પ્રતિ લિટર થયું છે. આ ઉપરાંત શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૨૪ પૈસાનો ઘટાડો થયો હતો જ્યારે ડીઝલ ૧૧ પૈસા સસ્તું થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટેપેટ
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



