ન્યુ દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન મોદી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ૨૮ અને ૨૯ ઓક્ટોબરે જાપાનની મુલાકાતે જવાના છે. અહીં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજા આબે સાથે મુલાકાત કરશે અને બેઠક પણ કરશે. વડાપ્રધાન મોદી અને શિંજા આબેની બેઠકમાં બંને નેતાઓ ભારત અને જાપાનના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ સાથે પારસ્પરીક હિતના વૈશ્વિક મુદ્દાઓ સાથે જાડાયેલા વિષયોની પણ ચર્ચા કરશે.
૨૦૧૪ બાદ વડાપ્રધાન મોદી અને શિંજા આબે વચ્ચે બારમી વખત મુલાકાત થવાની છે અને બંને નેતાઓ પાંચમી વખત વાર્ષિક શિખર સંમેલનમાં એકબીજાની સમક્ષ રૂબરૂ થવાના છે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા સિવાય હિંદ-પેસિફિક વિસ્તારની પ્રવર્તમાન સ્થિતિ મામલે પણ ચર્ચા કરવાના છે. મહત્વપૂર્ણ છે કે જાપાનના વડાપ્રધાન શિંજા આબે સપ્ટેમ્બરમાં ભારત આવ્યા હતા અને વડાપ્રધાન મોદી સાથે અમદાવાદમાં રોડશો કર્યો હતો. મોદી સાથે આબેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ બુલેટ ટ્રેન ૨૦૨૨માં શરૂ થવાની સંભાવના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




