ન્યુ દિલ્હી,તા.૧૩
યુવાન નિશાનેબાજ મનુ ભાકરે શુક્રવારે સિલ્વર મેડલ જીત્યા બાદ યુથ ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. પુરુષ હોકી ટીમે પોલેન્ડને ૪-૨થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના બેડમિન્ટર સ્ટાન લક્ષ્ય સેને સિલ્વર મેડલ જીત્યો છે.
મનુ ભાકરે ૧૦મી. એર પિસ્ટલ મિક્સ્ડ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તાજિકિસ્તાનના બેહજાન ફાયેજુલાએવ સાથે રમીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની જાડી ગોલ્ડ મેડલની મેચમાં જર્મનીના વાનેસા સીગર અને બુલ્ગારિયાના કિરિલ કિરોવ સામે ૩-૧૦થી હારી ગઈ હતી. આ રીતે ભારતે નિશાનેબાજી અભિયાન બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે સમાપ્ત કર્યું છે. મનુ પહેલાં જુડોકા તાબાબીએ યુથ ઓલમ્પિકમાં બે મેડલ જીત્યા હતા.
યુથ ઓલમ્પિકની ભારતીય ટીમે અત્યાર સુધી ૮ મેડલ જીત્યા છે, જેમાંથી ૫ નિશાનેબાજીમાં આવ્યા છે. મનુ અને સૌરભ ચૌધરીએ પુરુષ તથા મહિલા એર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. શાનુ માને અને મેહુલી ઘોષે પુરુષ તથા મહિલા ૧૦ મી. એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતનો ઊભરી રહેલો સ્ટાર અને યુથ ઓલમ્પિક્સમાં ટાઈટલનો પ્રબળ દાવેદાર એવા શટલર લક્ષ્ય સેને સિલ્વર મેડલ પર કબ્જા જમાવ્યો છે. લક્ષ્યએ મેન્સ સિંગલ્સ સેમિફાઈનલમાં જાપાનના કોડાઈ નારાઓકાને ૧૪-૨૧, ૨૧-૧૫, ૨૪-૨૨ થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તેની ટક્કર ચીનના લી શીફેંગ સાથે હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



