વાઈબ્રન્ટ સમિટમાં ટ્રમ્પને બોલાવવાનું પીએમ મોદીનું સ્વપ્ન ચકનાચૂર

0
21

ગાંધીનગર,તા.૩૦
વાઈબ્રન્ટ ગુજરાત સમિટની (વીજીએસ) ૨૦૧૯ની આવૃત્તિમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર નહીં રહે. અમેરિકન સરકારે આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે જ ૨૦૧૯ની વાઈબ્રન્ટ સમિટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે આ વખતે યુએસના વીવીઆઈપી મહાનુભાવો પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજર નહીં રહે અને હવે આ સંજાગોમાં યુએસના બિઝનેસ ડેટિગેટ્‌સ અને રાજદૂતથી જ કામ ચલાવવું પડશે. જા કે, આ માટેના કારણોની હજી સુધી અમેરિકા તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે આગામી ૧૮-૧૯ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે પાર્ટનર કન્ટ્રી એટલે કે ભાગીદાર રાષ્ટ્ર તરીકે જાડાવા અમેરિકન સરકારને આમંત્રણ પાઠવ્યું હતું. આ અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, આગામી વાઈબ્રન્ટ સમિટમાં ફક્ત અમેરિકાના રાજદૂત અને બિઝનેસ ડેલિગેટ્‌સ જ હાજર રહેશે. જા કે, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉસ્નિલ અને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ હજી પણ વાઈબ્રન્ટ સમિટની પાર્ટનર સંસ્થાઓ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY