એન્ટી હિન્દુ ઈમેજની બીકે કોંગ્રેસે સનાતન સંસ્થા પર બેન મુકવાનુ માંડી વાળ્યુ હતુ

0
35
ન્યુ દિલ્હી,તા.૨૨
હિન્દુ ધર્મ વિરુધ્ધના લખાણો લખનારા નરેન્દ્ર દાભોલકરની હત્યાના મામલામાં  દ્વારા તાજેતરમાં સનાતન સંસ્થાના કાર્યકરોની ધરપકડ કરી છે.
એ પછી આ સંસ્થા પર પ્રતિબંધ મુકવાની માંગણી જાર પકડી રહી છે. જાકે હવે એવી વિગતો બહાર આવી છે કે આ સંસ્થા પર ૨૦૧૩માં જ બેન લગાવવાની તૈયારી થઈ ગઈ હતી પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે આ નિર્ણય લેવાનુ માંડી વાળ્યુ હતુ.
કારણકે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી અને કોંગ્રેસ નહોતી ઈચ્છતી કે ચૂંટણી પહેલા પાર્ટીની એન્ટી હિન્દુની ઈમેજ સર્જાય.
સનાતન સંસ્થાની સ્થાપના ૧૯૯૦માં થઈ હતી.આ સંસ્થા એનજીઓ તરીકે ગોવામાં રજિસ્ટર્ડ છે અને સનાતન પ્રભાત નામનુ દૈનિક અખબાર પ્રકાશિત કરે છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચ્વહાણનુ કહેવુ છે કે આ સંસ્થા પર પ્રતિબંધુ મુકવાનુ ડોઝિયર ગૃહ મંત્રાલયને સોંપ્યુ હતુ અને બે વર્ષ સુધી આ ફાઈલ ધુળ ખાતી પડી રહી હતી. જાકે કોંગ્રેસે લાંબી ચર્ચા વિચારણા પછી તેના પર પ્રતિબંધ મુકવાનુ માંડી વાળ્યુ હતુ.
બીજી તરફ સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન હંસરાજનુ કહેવુ છે કે પૃથ્વીરાજ ચૌહાણ અફવા ફેલાવી રહ્યા છે કે રાઈટ વિંગ સાથે સંકળાયેલા લોકોએ દાભોલકરની હત્યા કરી છે.આવનારો સમય જ બતાવશે કે સંસ્થા પર બેન લાગશે કે નહી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY